Read Time:44 Second
કોઈ પણ માંગલિક કાર્યના આરંભમાં શિવ-પાર્વતી પુત્ર ગણેશજી પ્રથમ પૂજાય છે. ગણપતિ મંગલ દેવતા છે, ઓમ ગં ગણપતયે નમઃ ઓમ ગણ+પતિ=ગણપતિ એટલે ગુણોના અધિપતિ અને દેવ ગણોના અધિપતિ. સર્વેનું પાલન કરનાર દેવ, જેને આપણે ઉમાપુત્ર, ગજાનન, વિનાયક, ગણેશ, એકદંત,વક્રદંત, લંબોદર વગેરે અનેક નામોથી પૂજીએ છીએ. તેઓ ભગવાન શંકરના ગણોના મુખ્ય અધપિતિ છે, તેથી તેમને ગણપતિ કે ગણેશ કહેવામાં આવે છે. પંચદેવની ઉપાસનામાં જેમનું આગવું સ્થાન છે એવા ગણેશજીને પ્રણામ હો.

