Read Time:32 Second
ભગવાન શિવજીને પ્રિય એવો શ્રાવણ માસનો પ્રારંભ 29 જુલાઈને શુક્રવારથી થાય છે.શિવાલયોમાં કાલથી શિવનાદ ૐ નમ: શિવાય, હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. હિન્દુ ધર્મમાં શ્રવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવભકતો ભગવાન શિવની આરાધના કરીને જીવને શિવમાં પરોવવાનો પુરૂષાર્થ કરશે.

