
Read Time:47 Second

જસદણના જંગવડ ગામની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત
હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો
તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
