સમગ્ર દેશમાં 21 જૂનથી 18 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને કોરોના રસીના નિ:શુલ્ક ડોઝ આપવાની મહત્વપૂર્ણ નિર્ણય ભારત સરકારે કર્યો છે.રાશીકરનનો તમામ સરકાર ઉઠાવશે.આ રસી લેવા માટે હવે કોવિન એપ પર પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે નહી. હવે રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવાણી જરૂરિયાત નહીં રહે કારણકે કેન્દ્ર સરકાર આ રસીઓ ખરીદશે અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને તે વિના મૂલ્યે આપવામાં આવશે.કોરોના રોગચાળા સામે લડવા માટે રસી સૌથી અસરકારક હથિયાર છે.દેશવાસીઓને વિનામુલ્યે રસી આપવાની જ્વાબદારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની જ રહેલી છે જેને નિભાવવા સરકાર આગળ આવી છે જે સારા સમાચાર ગણી શકાય.દેશમાં હાલમાં દરરોજ લગભગ 30 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ રસીકરણ વધુ ઝડપી બનશે તવા સરકારના પ્રયત્નો છે.