વિદ્યા સહાયકની ભરતી કરવામાં ગુજરાતના શિક્ષણ વિભાગને કોઈ રસ નથી?

વિદ્યા સહાયકની ભરતી કરવામાં ગુજરાતના શિક્ષણ વિભાગને કોઈ રસ નથી?

0 0
Spread the love
Read Time:1 Minute, 39 Second

ગુજરાતની પ્રાથમિક શિક્ષણ નિયામક હસ્તકની ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં ઘણા લાંબા સમયથી વિદ્યાસહાયક ભરતી કરવામાં નહીં આવતા ગુજરાતનાં રાજ્યપાલ,મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં સરકારના પેટની પાણી પણ હલતું નથી. .ગુજરાત વિધાનસભાના વર્ષ 2021 ના  સત્ર દરમિયાન શિક્ષણ મંત્રી દ્વારા ગુજરાતી તથા અન્ય માધ્યમની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.રાજ્ય સરકાર હસ્તકના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતી માધ્યમની વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત નહિ કરવામાં આવતા ટેટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.અગાઉ વર્ષ ૨૦૧૯માં જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ હજુ ગુજરાતી માધ્યમની વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી ન હોવાથી ટેટ પાસ ઉમેદવારોનું ભવિષ્ય ધૂંધળું થવાનીદહેશત ઊભી થઈ છે.રાજ્યમાં ટેટ પાસ અંદાજીત ૪૭ હજાર છેલ્લા ૩ વર્ષથી ભરતીની રાહ જોઇને બેઠા છે.સરકારી પ્રાથમિક શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી આથી તાત્કાલિક  ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવો આશાવાદસેવાઇ રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાતની નવાજુની