અલગ અલગ બેંકોમાં બચત ખાતા રાખવાના આ છે ફાયદાઓ

અલગ અલગ બેંકોમાં બચત ખાતા રાખવાના આ છે ફાયદાઓ

0 0
Spread the love
Read Time:2 Minute, 33 Second

સામાન્ય રીતે દરેક વ્યક્તિ એક જ અથવા બે બેંકમાં ખાતું રાખવાનું પસંદ કરતાં હોય છે પરંતુ આજે અમે આપને જણાવીએ છીએ કે કઈ રીતે એક કરતા વધારે બેંકોમાં બચત ખાતા Multipal Bank Account રાખવાથી કયા કયા ફાયદાઓ થાય છે.

૧) બચત કરવી સરળ બને: આ ખાતામાં ફક્ત જે રકમની બચત થયેલ હોય તે જ રકમ ખાતામાં જમા કરાવવી જેથી ગમે ત્યારે કેટલી બચત થયેલ છે તે આસાનીથી જાણી શકાય.

૨) લોનના હપ્તા ભરવા સરળ બને: આ ખાતામાં તમારે ફક્ત લોન ભરપાઈ કરવા માટે રાખવું અને તેમાં જે તારીખે હપ્તા ભરવાના હોય તેટલી રકમ અગાઉથી જ હપ્તા જેટલી રકમ જમા કરવી જેથી ચેક પાછો જવાના કિસ્સા ના બને.

૩) એટીએમ ચાર્જથી બચત: અલગ અલગ બેંકમાં અલગ અલગ ખાતા હોવાથી એક કરતાં વધારે એટીએમ સરળતાથી મળી જાય છે.દરેક બેંકના એટીએમ ચાર્જ અલગ અલગ હોય છે આથી દરેક વખતે અલગ અલગ બેંકમાંથી પૈસા ઉપાડો જેથી એટીએમ ચાર્જ ઝીરો કરી શકાય છે.

૪) ઓન લાઈન પેમેંન્ટમાં છેતરવાનો ભય નહીં : જે બેંક ખાતું ઓન લાઈન પેમેંન્ટ માટે લિન્ક કર્યું હોય તે બેંકમાં જરૂર જેટલા જ રૂપિયા રાખવાના જેથી સાઇબર ક્રાંઈમના  કિસ્સામાં આપણા ખાતામાથી મોટી રકમ ઉપડી જવાનું અને કોઈ મોટું નુકસાન થવામાથી બચી શકાય.

૫) એક બેંક પર નિર્ભરતા ઓછી: ઘણી વખત કોઈ એક બેંક બંધ હોય અથવા ઇન્ટરનેટ બંધ હોય તો બીજી બૈંકમાંથી પણ પૈસા ઉપાડીને કામ પૂરું કરી શકાય. કોઈ એક બેંક પર આધાર રાખવો ના પડે.

6) બચતની રકમની સલામતી: કોઈપણ બેંકમાં રૂપિયા ૧ લાખ સુધીની રકમનો વીમો આપવામાં આવે છે.આથી જો બેંક કયાં માટે બંધ થઈ જાય કે ઉઠી જાય તો બેંક ખાતાધારકની બચતની રકમનું ઓછામા ઓછું નુકસાન થાય.

7) બેંક વ્યાજમાં ફાયદો: બેંકમાં બચત પર વ્યાજ અને લોનના વ્યાજના દર બદલાતા હોય છે. આવા સમયે જ્યાં મળવા પાત્ર વ્યાજ અને ચૂકવવાપાત્ર વ્યાજ અનુકૂળ હોય ત્યાં લાભ લઈ શકાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ