પીવી સિંધુ બે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને લખ્યું કે પીવી સિંધુએ નિરંતરતા, સમર્પણ અને શ્રેષ્ઠતાનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ભારતને ગૌરવ અપાવવા બદલ તેમને હાર્દિક અભિનંદન. ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. તે ભારતનું ગૌરવ છે અને આપણા સૌથી ઉત્કૃષ્ટ ઓલિમ્પિયનોમાંની એક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ તેમને આ જીત પર અભિનંદન પાઠવ્યા છે.આઉપરાંત સમગ્ર દેશમથી દેશમથી પીવી સિંધુ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.