ભારતીય સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર જો ખાતામાં બેલેન્સ ન હોય તો તમારે દરેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયાનો દંડ ભરવો પડશે અને તેના પર અલગથી જીએસટી વસૂલવામાં આવશે. જો તમે ભૂલથી પણ વધારે પૈસા નિકાળવાનો પ્રયાસ કર્યો તો તમારું ટ્રાન્જેક્શન ફેલ થઈ જશે અને બેંક તમને એના માટે પેનલ્ટી પણ વસુલશે.આથી ખાતામાં કેટલા રૂપિયા છે કેટલું છે તેની કાળજી રાખવી પડશે અને ત્યાર બાદ જ ATM નો ઉપયોગ કરવાનો રહેશે. જોકે આ નવો નિયમ નથી. પરંતુ તમારા માટે તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે જેથી તમે બિનજરૂરી દંડમાથી બચી શકો.તમારા બચત ખાતાના કેટલું બેલેન્સ છે તેની કતરી તમે બેંકમથી આવેલા SMS દ્વારા, મિસ્ડ કોલ દ્વારા તથા રોકડ ઉપાડતા પહેલા પણ બેલેન્સ ચેક કરવાની ATM માં સુવિધા આપવામાં આવે જ છે.તમે ઓનલાઈન એસબીઆઈનો ઉપયોગ કરો છો તો ત્યાંથી પણ માહિતી મેળવી શકાય છે. આ સિવાય, Google Pay અથવા PhonePe એપ પર પણ બેલેન્સ ચેક કરવાની સગવડ છે.આમથી કોઈપણ વિકલ્પ પરથી બેલેન્સ ચેક કર્યા બાદ જ એટીએમમાથી પૈસા ઉપાડવાની આદત પાડજો.