રાજકોટ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત કાર્યક્ર્મ દરમિયાન કસુંબીનો રંગના વિડીયો આલ્બમનું લોકાર્પણ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્હ સ્ત તેમના જન્મ દિવસે કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય, સાહિત્ય અને સંગીતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી એમની 125મી જન્મજયંતી વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ઝવેરચંદ મેઘાણીએ 1934માં રચેલ સદાબહાર ગીત કસુંબીનો રંગના અનન્ય-અદ્વિતીય વિડીયો આલ્બમનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ રસપ્રદ વિડીયો આલ્બમને ઈન્ટરનેટના માધ્યમથી યુટ્યૂબ તેમજ http://jhaverchandmeghani.org/visual.htm પર નિહાળી શકાશે. કસુંબીનો રંગ વિડીયો આલ્બમમાં ગુજરાતના ખ્યાતનામ 20 જેટલાં લોકકલાકારો અભેસિંહ રાઠોડ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, બિહારી હેમુભાઈ ગઢવી, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, નીલેશ પંડ્યા, અનિલ વેલજીભાઈ ગજ્જર, અનુભા ગઢવી, બિરજુ બારોટ તેમજ લલિતા ઘોડાદ્રા, કિંજલ દવે, રાધા વ્યાસ, વત્સલા પાટીલ, અભિતા પટેલ તથા શ્યામલ-સૌમિલ-આરતી મુનશીએ રંગ જમાવ્યો છે.ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટ દ્વારા સૂરીલું સંગીત પીરસવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં પિનાકી મેઘાણી રાજકોટ મેયર ડો. પ્રદીપભાઈ ડવ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ (આઈ.એ.એસ.), રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા (આઈ.એ. એસ.), રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (આઈ.પી. એસ.),રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરિક્ષક સંદીપ સિંઘ (આઈ.પી.એસ.), ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, પંકજ ભટ્ટ, હેમંત ચૌહાણ, બિહારી હેમુભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં.
News Visitors : 110
Read Time:3 Minute, 3 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%