વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેલી સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે અવસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઝારખંડ ખાતે વર્ષ-2019માં રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની જુડો કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી 19 વર્ષીય સાક્ષી રાવલનું ડેન્ગ્યુની બીમારીથી મોત થતાં પરિવાર અને ખેલાડીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સાક્ષી રાવલે સ્ટેટ લેવલની જુડો કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.તેની ઇચ્છા ઓલિમ્પિકમાં રમવાની હતી અને તે તેના માટે રાત-દિવસ મહેનત કરતી હતી. તાજેતરમાં યુવતી NCC કેમ્પ પૂરો કરીને ઘરે આવી હતી.ડેન્ગ્યુ તાવમાં મોતને ભેટેલી સાક્ષીના પરિવર્જ્નોનો આક્ષેપ છે કે ડોક્ટરે ઘરે જવાની ઉતાવળમાં યુવતીનો ભોગ લીધો છે. સામાન્ય રીતે દર્દીને ચઢાવવામાં આવતી બોટલ એક કલાકમાં પૂરો થાય, પરંતુ ડોક્ટરને ક્લિનિક બંધ કરવાનું હોવાથી સાક્ષીને ચઢાવેલી બોટલ અડધો કલાકમાં પૂરો કરી તેઓ ક્લિનિક બંધ કરી રવાના થઇ ગયા હતા. સાક્ષીને ઘરે લાવ્યા બાદ તેની તબિયત લથડવા માંડી હતી, જેથી તરત જ તેને સંગમ હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.
નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનું ડેન્ગ્યુના કારણે અવસાન:પરિવારમાં શોકની લાગણી
Read Time:1 Minute, 47 Second