સુરતમાં ફરી એક નેતાએ ભાજપનો છેડો ફાડી AAPમાં જોડાઈ ગયા છે. કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણીના નામે ઓળખાતા વેપારી ભીખાભાઇ લખાણી 200 કાર્યકરો સાથે AAPમાં જોડાઈ ગયા છે.આમ પાર્ટી ગુજરાત નેતા મહેશ સવાણી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આપનો ખેસ પહેરાવી તેમનું AAPમા સ્વાગત કર્યું હતુ. છેલ્લા 16 વર્ષથી ભાજપમાં સુરતમાં 16 વર્ષથી ભાજપમાં સક્રિય ભીખાભાઇ લખાણીને હવે આપમાં પોતાનું ભવિષ્ય દેખાયું હોવાથી આ નિર્ણય લીધો હોવાનું મનાય છે..