ભારતના અવકાશ વિજ્ઞાનના પિતામહ તરીકે જાણીતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના પત્ની મૃણાલિની સારાભાઈ શાસ્ત્રીય નૃત્યકાર ઉપરાંત નૃત્ય નિર્દેશક હતા.અમદાવાદ ખાતે તેમણે “દર્પણ એકેડેમી ઓફ પર્ફોમિંગ આર્ટસ” નામની સંસ્થાની સ્થાપના કરી હતી.અહીં નૃત્ય,નાટક,સંગીત અને કઠપૂતળીની આજે પણ તાલીમ આપવામાં આવી રહી છે.નહેરૃ ફાઉન્ડેશનના ચેરપર્સન મૃણાલિની સારાભાઈએ ગાંધીજીના આદર્શો પર આધારિત સર્વોદય શાળાની પણ સ્થાપના કરી હતી.પદ્યશ્રી,પદ્ય ભૂષણ ઉપરાંત અનેક સન્માન મેળવનાર મૃણાલિની સારાભાઈનું અવસાન તારીખ 21-01-2016 ના રોજ થતું હતું.