આપણે સૌ જે વિચાર,વ્યહવાર અને વર્તન કરીએ છીએ તે આપણું કર્મ છે.આ પૈકી ઘણા કર્મ એવા છે કે જે આપણે આપણા પોતાના કે પરિવાર માટે કરીએ છીએ અને અમુક કર્મ આપણે બીજાના હિત-ખુશી માટે કરીએ છીએ.આથી જ આ તમામ કર્મોમાં જે કર્મનો ઉદ્દેશ સારો હોય તે કર્મ સર્વશ્રેષ્ઠ ગણાય છે.આ કર્મ તમને આજે નહી તો કાલે અવશ્ય સારું ફળ-લાભ આપે છે.