દરેક વ્યક્તિના જીવનમાં દુખ તો આવે જ છે પરંતુ આ સમયમાં શું કરવું જે કઈ સૂજતું નથી હોતું. વ્યક્તિ ખુબજ હતાશ થઈ જાય છે અને ચારે તરફ અંધકાર અને મુસકેલીઓ જ દેખાય છે અને ઘણા કિસ્સામાં માણસ ને આત્મા હત્યા કરવાના વિચારો પણ આવવા લાગતાં હોય છે.આવી વિકટ પરિસ્થિતીમાં જ્યોતિષ,ભૂત ભુવાના કે ઢોંગી સાધુ બાવાના ચક્કરમાં પડ્યા વગર ફક્ત પોતાની કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,સૌ સારા વાનાં થઈ જશે.