0
0
Read Time:1 Minute, 12 Second
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ ચૂંટણીના સોગંદનામામાં ઉમેદવારો જે ખોટી માહિતી આપે છે તે બદલ તેમને બે વર્ષની સજા થાય અને આવા ઉમેદવારોને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઇએ તેવી રજુઆત કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર પાઠવી કરી છે. આઉપરાંત ચૂંટણી પ્રચારના અંતિમ દિને અને મતદાનના દિવસે કોઇ પણ સમાચાર પત્રમાં રાજકીય જાહેરાત આપવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવે.હાલ માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ આ પ્રકારની જાહેરાત આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ કરવાથી મતદારો પ્રભાવિત થતા અટકી શકે છે તેવી પણ પત્રમાં વિનંતી કરી છે.એક જ વ્યક્તિ અલગ અલગ જગ્યાએથી મતદાન કરતા રોકવા તથા ડમી મતદાનને રોકવા માટે મતદાર યાદીને આધાર કાર્ડ સાથે પણ જોડવા રજૂઆત કરાઈ છે.