અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની મંદિરની તૈયારી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની મંદિરની તૈયારી

0 0
Spread the love
Read Time:1 Minute, 38 Second

આ વર્ષે ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા રથયાત્રા કાઢવા માટે મંદિર તરફથી તૈયારી કરવામાં આવી રહી છે.આ માટે મંદિર તરફથી પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવનાર છે. ગુજરાતમાં કોરોના હવે કાબુમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે.ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.રાજયમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે આથી પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી સરકારની બને છે.તાજેતેરમાં રાજયના મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું છે કે રથયાત્રા માટે યોગ્ય સમયે નિર્ણય લઈશું. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા પીએન એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રથયાત્રાને લઈ વર્ષોથી જે પરંપરા મુજબ ધાર્મિક વિધિઓ યોજાય છે તે જ પ્રમાણે આ વર્ષે પણ કરીશું.રાજી સરકાર દ્વારા કોરોના આંગેની જે  ગાઈડલાઈન અમલમાં હશે તુનું પાલન કરીશું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધર્મ ભક્તિ