શિરડી ખાતે આવેલા સાઈ બાબાનુ મંદિર 2020માં કોરોના પ્રકોપના કારણે બંધ કરવું પડ્યું હતું. મંદિર ભલે બંધ થયું પરંતુ ભક્તોને –કોરોના દર્દીઓને સારવાર મળી રહે તેના માટે વર્ષ 2020 માં સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સિવાય જનરલ હોસ્પિટલમાં પણ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. શિરડી ટ્રસ્ટે 640 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી છે. તેમાં 140 ઓક્સિજન બેડ છે અને 20 વેન્ટિલેટર બેડ છે.કોવિડ માટે કુલ ત્રણ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ મંદીરને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી છે તો ક્યાંક અલગથી કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવી છે.ટ્રસ્ટ સંચાલિત કોવિડ કેર સેન્ટર દ્વારા દર્દીઓને તમામ પ્રકારની સારવાર વિના મૂલ્યે આપવામાં આવી છે.ટ્રસ્ટના તમામ સભ્યો તથા મંદિરના સેવકર્મીઓ કે જે કોવિ-19 પહેલા ભક્તોની સેવા કરતાં હતા તે જ પ્રકરે કોરોના દર્દીઓની સેવા કરેલ છે. સાઈ ટ્રસ્ટ દ્વારા ચલાવાઈ રહેલી કોવિડ હોસ્પિટલથી અત્યાર સુધીમાં 7 હજારથી વધુ કોરોના દર્દીઓને સાજા કરવામાં આવ્યા છે.અહીં દર્દીઓની સાથે તેમના પરિવારના સભ્યો માટે પણ રોકાવવાની અને ખાવાની વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવી છે.કોરોનની મહામારીના કપરા કાળમાં મંદિરને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 83 ટકા ઓછુ દાન મળ્યુ મળ્યું છે પરંતુ ટ્રસ્ટ દ્વારા સેવામાં કોઈ કમી આવવા દીધી નથી.
શિરડી સાઈ ધામમાં કોરોના દર્દીઓને આપવામાં આવી વિનામુલ્યે સારવાર
Read Time:2 Minute, 2 Second