દેશભરમા કોરોનની રસી આપવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે લોકોએ કે રસી લેવી જે વધુ અસરકાર હોય,તે મુજવાનભરયો પ્રશ્ન બની ગયો છે. કોરોના રસી (Corona Vaccine) અંગે કરાયેલા અભ્યાસમાં દેશમાં પહેલી વખત 2 અલગ-અલગ તારણો સામે આવ્યા છે. 12 રાજ્યોની 19 હોસ્પિટલોમાં થયેલા અભ્યાસના ખુલાસા પ્રમાણે કોવેક્સિન લેનારા લોકોની સરખામણીએ કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાં એન્ટીબોડીનું સ્તર વધારે જોવા મળ્યું હતું. રિસર્ચના પરિણામ મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ ભારત બાયોટેકની કોવેક્સીનની સરખામણીમાં વધુ એન્ટીબોડી તૈયાર કરે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના પ્રમુખ ડો.બલરામ ભાર્ગવે કોવેક્સીન અને કોવિશીલ્ડ દ્વારા બનતી એન્ટીબોડી અંગે કરેલા દાવા મુજબ કોવિશીલ્ડ રસીનો પહેલો ડોઝ લીધા બાદ કોવેક્સીનના પહેલા ડોઝની સરખામણીમાં વધુ એન્ટીબોડી બને છે. તેમના જણાવ્યા મુજબ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ વધુ એન્ટીબોડી નથી બનતી, પરંતુ બીજા ડોઝ પછી પૂરતી એન્ટીબોડી બને છે. જ્યારે કોવિશીલ્ડના પહેલા ડોઝ બાદ જ સારી સંખ્યામાં એન્ટીબોડી બની જાય છે.એયક તરફ રસી પૂરતા પ્રમાણમા ઉપલભ નથી અને બીજી તરફ આવા સમાચારો આવવાથી નાગરિકો પ્રેસન થે રહ્યા છે.