ફેશબુક યુઝર્સના યુઝર્સ કમાણી કરી શકે તેવા અભિગમને દયાને લઈને ફેસબુકે તાજેતરમાં એક નવતરપ્રયોગ રજુ કર્યો છે જેના માધ્યમથીપૈસાની કમાણી થઈ શકશે.આ યોજના મુજબ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરશે જેમાં ક્રિએટર ઓફ ઇન્ફ્લુએન્ઝર્સને રીવોર્ડ પણ આપવામાં આવશે. ફેસબુકે જાહેર કર્યું છે કે કોઈપણ યુઝર્સ અમારા પ્લેટફોર્મ પર પોતાની પર્સનલ બ્રાન્ડ બનાવી શકે છે. તેને ટેગ કરી શકલ્શે અને તેના પ્રચારથી કમાણી કરી શકશે. ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ પોતાના પ્રોડક્સ્ટ્સ પોતાના ફોલોવર્સ સાથે શેર કરી શકો છો. શેર કરવા બદલ યુઝર્સને કમિશન મળશે. કોઈ યુઝર્સ કોઈ કંપની સાથે પાર્ટનરશિપ કરી એના પ્રોડક્ટ્સ શેર કરે છે અથવા જાહેરાત કરે છે તો એ પોસ્ટથી જેટલી કમાણી થઇ છે એના અમુક ભાગ રિવોર્ડ તરીકે યુઝર્સને આપવામાં આવશે.