સમગ્ર વિશ્વમાં પ્રદુષણની સમસ્યા વધતી જાય છે તેવા સંજોગોમાં અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે કાર્યરત માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખો કાર્યક્રમનું હાથ ધર્યો છે.માનવ સેવા ટ્રસ્ટે ‘પર્યાવરણ બચાવો’ ઝુંબેશ અંતર્ગત સંસ્થાના કાર્યકરો અને યુવાનોની મદદ લઈને આશરે 1 લાખ સીડબોલ બનાવવામાં આવ્યા છે.આ સીડબોલ સાનંડની આજુબાજુમાં આવેલા જંગલ જેવા, ખુલ્લા તથા જાડી-ઝાકળા ઉગી ગયા હોટ ત્યાં ફેંકી દેવામાં આવશે.સીડબોલમાં લીંબોળી, કણજી, પેલ્ટોફાર્મ, ગુલમહોર, બાવળ વગેરેના બી વાળા માટીના દડા બનાવવામાં આવ્યા છે.જયારે આ સીડબોલમાં રહેલા માટીવાળા છોડને કુદરતી રીતે જયારે પાણી અને ગરમી મળી રહેશે ત્યારે આ છોડ આપોઆપ ઉગીનીકળશે તેવું સંસ્થાના સંચાલકોનું માનવું છે આ પૈકી જો માત્ર થોડા જ બીજ ઉગી નીકળશે તો પણ આ મહેનત રંગ લાવશે તેવું સંસ્થાના સંચાલક મનુભાઈનું કહેવું છે.