સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાં કોરોનાથી મૃત્યુ પામેલાના બાળકોની 1 વર્ષ સુધી ફી માફ કરવાના મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે.કોરોના મહામારીના સંકટમાં જે વિધાર્થીના પરિવારના મોભી અથવા તો માતા-પિતાનું કોરોનાથી મોત થયું હોય તેવા વિધાર્થીને તમામ પ્રકારની ફીમાંથી માફી આપવાની યુનિવર્સિટિની જાહેરાતથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનમાં ફી માફીના નિર્ણયની પ્રશંસા થઈ રહી છે. આઉપરાંત રસીકરણનો રાષ્ટ્રીય કાર્યક્રમ હોવાથી રસીકરણને પ્રોત્સાહન આપવા યુનિવર્સિટીની કામગીરી વેગવંતી બનાવવાનો નિર્ણય યુનિવર્સિટિ દ્વારા લેવામાં આવ્યો છે.