આજથી દેશભરમાં સોનાના દાગીનાનું હૉલ માર્કિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આવથી કાલથી કોઈપણ જવેલર્સ એફકેટી હોલમાર્કવાળા ઘરેનામું જ વેચાણ કરી શકશે.હોલમાર્ક મતલબસરકારી ગેરંટી. હોલમાર્ક ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)દ્વારા નક્કી કરવામાં આવે છે. હોલમાર્કિંગમાં કોઈપણ પ્રોડક્ટને નક્કી માપદંડો પર પ્રમાણિત કરવામાં આવે છે. BISએ તે સંસ્થા છે, જે ગ્રાહકોને આપવામાં આવતા સોનાની તપાસ કરે છે. સોનાના સિક્કા અથવા દાગીના પર હોલમાર્કની સાથે BISનો લોગો હોવો જરૂરી છે. આથીએવાતનીખાત્રીથાયછેકેBISની લાઈસન્સવાળી લેબમાં તેની શુદ્ધતાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.ગયાવર્ષે પસાર થયેલા BIS એક્ટ મુજબ, હોલમાર્કિંગના નિયમોને તોડનારાઓને લઘુતમ દંડ 1 લાખ રૂપિયા દંડ અને એક વર્ષની સજાની જોગવાઈકરવામાં આવી છે.સોનીએ આ નિયુમનું કડક પાલન કરવાનું રહેશે.સોનું ખરીદનાર દરેક ગ્રાહકે પણ આ બાબતની જાણકારી રાખવી પડશે.