સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને છેતરપિંડી કરનારાઓ માટે સતર્ક રહેવા કરી અપીલ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને છેતરપિંડી કરનારાઓ માટે સતર્ક રહેવા કરી અપીલ

0 0
Spread the love
Read Time:2 Minute, 19 Second

દેશમાં બૅન્કિંગ ક્ષેત્રમાં વધતા જતાં ડિજિટલ  વ્યહવારોની સાથે સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો થતો જાય છે. આથી દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI ) એ પોતાના ગ્રાહકોના હિતમાં એક માર્ગદર્શિકા ટ્વીટ કરીને જાહેર કરી છે.બૈંકના ગ્રાહકોને ફસાવવા સાયબર ક્રિમિનલો જુદી જુદી રીત અજમાવતા હોય છે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ ગ્રાહકોને છેતરપિંડી કરનારાઓ માટે સતર્ક રહેવાની અને કોઈ સંવેદનશીલ માહિતી ઓનલાઇન શેર ન કરવા અથવા કોઈ અજાણ્યા સ્ત્રોતમાંથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડન ન કરવાની સલાહ આપી છે. કોઈની સાથે પર્સનલ ડેટા શેર કરશો નહીં.કોઈ અજાણ્યા સ્રોતમાંથી ટેલિફોન કોલ / ઇમેઇલના આધારે કોઈપણ મોબાઇલ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો નહીં. અજાણ્યા સ્રોતોથી મેઇલ્સમાં પ્રાપ્ત અટેચમેન્ટ પર ક્લિક કરવાનું ટાળો. ઇમેઇલ, એસએમએસ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત કોઈપણ લોભામની ઓફરનો જવાબ આપશો નહીં. આઉપરાંત SBIએ દરેક ગ્રાહકે કોઈની સાથે પર્સનલ ડેટા જેવી કે જન્મ તારીખ, ડેબિટ કાર્ડ નંબર, ઇન્ટરનેટ બેંકિંગ યુઝર ID / પાસવર્ડ, ડેબિટ કાર્ડ પિન, સીવીવી, OTP વગેરે કોઈની સાથે શેર નહીં કરવા પણ વિનંતી કરી છે. સુરક્ષા એજન્સીઓ સતત લોકોને આ વિશે ચેતવણી આપતી રહે છે તેમ છતાં ગ્રાહકોની ભૂલના કારણે સાયબર ફ્રોડના કિસ્સા બનતા હોય છે. જો ક્યારે પણ અજાણ્યા વ્યક્તિ કોઈપણ માધ્યમથી સંપર્ક કરે તો તેની જાણ બેંકને/સુરક્ષા એજન્સિને કરી દેવી અથવા બેંકના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો જોઈએ.બેન્ક દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાષ્ટ્રીય સમાચાર