ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મલીરહેલા આવકારને દયાને લઈને સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આજે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી તરીકે કામ કરી રહ્યા છે.મહેશ સવાણી ડાયમંડ, એજ્યુકેશન,હોસ્પિટલ,રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રૂપનું સંચાલન કરી રહ્યાં છે. વર્ષોથી અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવે છે. પી.પી. સવાણી ગ્રૂપ રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે શહેરમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મીડિયમની સ્કૂલો ચલાવે છે.આઉપરાંત પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે હાર્ટ સર્જરીની સુવિધા વિકસાવી છે.છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા.મહેશભાઈ સ્વણિ દ્વારા ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી. કોરોનાના દર્દીઓને પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં નજીવા દરે સારવાર આપવામાં આવી રહી છે.
Read Time:1 Minute, 41 Second