Read Time:42 Second
અમદાવાદી ખાણીપીણીના શોખીન ગણાય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટેલ તથા રેસ્ટોરન્ટમાં ફકત ટેકઅવેની સુવિધા રાખવામાં આવી હતી. પરંતુ બીજી લહેર નિયંત્રિત થતાં નિયંત્રણોમાં છુટછાટ મળતાંની સાથે જ અમદાવાદમાં લોકોએ ફરીવાર બહાર નીકળવાનું શરૂ કરી દીધું.હવે 9 વાગ્યાની છૂટ મળતા રવિવારે મોડી સાંજના સમયે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો. પાર્સલ માટે તો ક્યાંક જમવા માટે લોકોએ કલાકો રાહ જોવી પડી હતી.
