0
0
Read Time:39 Second
ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં અનેક છબરડા બહાર આવી રહ્યા છે. ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું છે. 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટીકીટમાં છબરડા જોવા મળેલ છે. LLMના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હોલ ટીકીટમાં વિદ્યાર્થીનું નામ અલગ તથા ફોટો અલગ વિદ્યાર્થીનો છે. જેનાથી વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા.