0
0
Read Time:1 Minute, 4 Second
અમદાવાદમાં નવા વૃક્ષો ઉગાડવાથી સૌને શુધ્ધ હવા મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને “પર્યાવરણ સાધના”એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ 01/08/2021 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ, શિક્ષાપત્રી પ્લેટિનમની બાજુમાં, નિકોલ,અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતો.“વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના આ કાર્યક્રમમાં જુદા જુદા 50 રોપા વાવવામાં આવ્યા હતા તથા તુલસીના છોડ નાગરિકોને વિતરણ કરવામાં આવ્યા હતા.અમદાવાદની પર્યાવરણ સાધના સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમમાં આજુબાજુની સોસાયટીના રહીશો,પર્યાવરણ પ્રેમીઓ,મહિલાઓ તથા બાળકો દ્વારા સાથે મળીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.