સરકારે ડોક્ટરોને આપેલા વચનો તોડ્યા છે: રેસિડેન્સ ડોક્ટર્સ

સરકારે ડોક્ટરોને આપેલા વચનો તોડ્યા છે: રેસિડેન્સ ડોક્ટર્સ

0 0
Spread the love
Read Time:1 Minute, 35 Second

સમગ્ર રાજ્યના રેસિડેન્સ ડોક્ટરો આજે હડતાળ પર છે જે ખુબજ ચિંતાજનક ગણાય.સમાગ દેશમાં જ્યારે કોરોનનો કેર ચાલી રહ્યો હતો અને અનેક નાગરિકો જ્યારે મોતને ભેટી રહ્યા હતા ત્યારે આ જ ડોકટરોએ દિવસ રાત જોયા વગર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી છે.આ સારવાર દરમ્યાન અનેક ડોક્ટરો પણ મોતને ભેટ્યા છે. આ સમય સરકારને ડોક્ટરો જ તારણહાર નજર આવતા હતા ત્યારે હવે સરકાર કેમ ડોક્ટરો પ્રત્યે આટલી નારાજ છે. દરેક વ્યક્તિ કે નોકરી કરતાં કર્મચારીઓને પોતાનો હક્ક માંગવાનો હક્ક છે.કોરોનના ભયાનક સમયમાં સરકારે જ ડોક્ટરોને અમુક વચનો આપેલ છે જે પૂરા કરવા ડોક્ટરો સરકારને અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે છતાં સરકાર કોઈ નિર્ણય નહીં લેતા હવે તેવો આંદોલનના માર્ગે છે.સરકાર અને ડોક્ટરોની લડાઈમાં દર્દીઓ ભોગ બની રહ્યા છે.કોરોનના કપરા કાળમાં પોતાનું ભણવાનું બાજુમાં મુકીને ડર રાખ્યા વિના દર્દીઓની સેવા કરનાર રેસિડેન્સ ડોક્ટર્સની વાહવાહ કરનાર અને  કહેવાતી સંવેદનશીલ સરકાર કેમ અસંવેદનશીલ બની ગઈ છે તે નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાતની નવાજુની