શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે

શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે

0 0
Spread the love
Read Time:1 Minute, 42 Second

દેવોના દેવ મહાદેવની ભક્તિ કરવાના પર્વ શ્રાવણ માસનો પ્રારંભ આવતી કાલ તારીખ ૯મી ઓગસ્ટને સોમવારથી થઈ રહ્યો છે. શ્રધ્ધાળુઓ અને મહાદેવના ભક્તો માટે શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. દેવોના દેવ મહાદેવની ભક્તિ શ્રાવણમા કરવાનુ અનેરૃ મહત્વ છે. આ વર્ષે વિશેષતા એ છે કે શ્રાવણ મહિનાની શરૃઆત સોમવારથી અને પૂર્ણાહૂતી પણ સોમવારે થનાર હોવાથી આ વિશિષ્ટ યોગને ખુબજ  મહત્વપૂર્ણ માનવમાં આવે છે. શ્રાવણમા શિવભક્તિનુ વિશેષ ફળ મળે છે આથી શિવ ભક્તો  આખો માસ ઉપવાસ, કરી ભગવાન શિવની આરાધના કરે છે. વિશેષમા સોમવારે સોમવતી અમાસ આવે છે. જે પિતૃ તર્પણ અને પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. આમ શ્રાવણ મહિનાના પાંચ સોમવાર અને આખો શ્રાવણ માસ શિવ મંદિરોમા ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠશે.પ્રથમ આદિ જયોતિર્િંલગ સોમનાથ ખાતે કોરોના ગાઈડલાઈન્સ સાથે પવિત્ર માસની ઉજવણી થશે. જેની માર્ગદર્શિકા ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામા આવી છે. પવિત્ર શ્રાાવણ માસમાં સોમનાથ મંદિરે લાખો દર્શનાર્થીઓ ઉમટવાના હોય મંદિરની તથા યાત્રિકોની સુવિધા-સલામતી માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધર્મ ભક્તિ