પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારે ફરમાવી મનાઈ

પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારે ફરમાવી મનાઈ

0 0
Spread the love
Read Time:1 Minute, 27 Second

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર લખીને રાષ્ટ્રધ્વજને લઈને મહત્વના નિર્દેશ આપ્યા છે. સરકારે રાજ્યોને કહ્યું છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ના કરે. કેન્દ્રએ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ, આકાંક્ષાઓનુ પ્રતિનિધિત્વ કરે છે આથી તેનું સન્માન થવુ જોઈએ.સરકારનું માનવું છે કે પ્લાસ્ટિકની સામગ્રીથી બનેલા તિરંગાનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવો એક વ્યાવહારિક સમસ્યા છે માટે તેનો ઉપયોગ કરવો જ જોઈએ નહીં.ગૃહ મંત્રાલય દ્વારા પત્રમાં રાષ્ટ્રીય ગૌરવ અધિનિયમમાં અપમાન નિવારણ, 1971 અને ભારતીય ધ્વજ સંહિતા,2002ની પ્રતિ પણ સંલગ્ન કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ધ્વજ સંહિતા 2002ના નિયમોના હિસાબથી માત્ર કાગળના બનેલા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ થવો જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાષ્ટ્રીય સમાચાર