ધારાસભ્યો-સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસો હવે હાઈકોર્ટની મંજૂરી વગર પાછા નહીં ખેંચાય

ધારાસભ્યો-સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસો હવે હાઈકોર્ટની મંજૂરી વગર પાછા નહીં ખેંચાય

0 0
Spread the love
Read Time:1 Minute, 58 Second

ભારતની સર્વોચ્ય અદાલતે મહત્વપૂર્ણ નિર્દેશ આપતા જણાવ્યુ કે, સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા ફોજદારી કેસો હાઈકોર્ટની મંજૂરી વગર પાછા ખેંચવામાં આવશે નહીં.સુપ્રીમ કોર્ટેના સીજેઆઈ (CJI) એન વી રમણા (N V Ramana)ની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે રાજ્યો કલમ 321 હેઠળ આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોમાં ઝડપી સુનાવણીની માંગ કરતી એક અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલામાં ઈડીના સ્ટેટસ રિપોર્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી.ઉત્તર પ્રદેશ સરકારે મુઝફ્ફરનગર રમખાણ કેસમાં સંગીત સોમ,સુરેશ રાણા,કપિલ દેવ,સાધ્વી પ્રાચીના કેસો પાછા ખેંચી લીધા અંગેની માહિતી આપવામાં આવી ત્યારે સમગ્ર હકીકત સુપ્રીમ કોર્ટને દયાને આવી છે. રાજ્યના ધારાસભ્યો સાંસદો સામે નોંધાયેલા કેસો કલમ 321 હેઠળ પરત લઈ રહ્યા અંગેની જાણકારી પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે.આ સાથે જ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ધારાસભ્યો અને સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસો હાઈકોર્ટની મંજૂરી વગર પાછા ખેંચવામાં આવશે નહીં.કોર્ટે સાંસદ-ધારાસભ્યના કેસ સંભાળનાર કોર્ટના તમામ ન્યાયાધીશોને આગામી આદેશ સુધી સેવામાં રહેવાનો ખાસ આદેશ આપ્યો હોવાનું પણ દયાને આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
કાયદો અને ન્યાય