સમગ્ર ગુજરાતનાં દિવ્યાંગો દ્વારા સંચાલિત તથા દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થા જ્યોત ફાઉન્ડેશન ,અમદાવાદ દ્વારા અમદાવાદનાં કામેશ્વર મંદિર હોલ,અંકુર નારણપુરા ખાતે એક અનોખી પહેલ સાથેનો કાર્યક્રમ તારીખ 5-8-2021 ના રોજ યોજાઈ ગયો.આ કાર્યક્રમમાં જેઓ ફક્ત જમીન પર બેસીને ચાલી શકે છે,ઊભા થઈ શકતા નથી એવા એંસી થી સો ટકા દિવ્યાંગતા ધરાવતા 25 દિવ્યાંગોને પાટલા ગાડી એટલે કે પૈડાવાળા પાટલાનું વિતરણ કરવામાં આવ્યું.આ ઉપરાંત દરેક લાભાર્થીને બે જોડી હાથ મોજા તથા વસ્ત્ર દાન પેટે દરેકને રૂપિયા 600/- આપવામાં આવ્યા.કામેશ્વર મહાદેવ તરફથી તમામ માટે સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સુપરવાઈઝીંગ ઓફિસિયલ્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તથા કામેશ્વર મહાદેવ,અંકુર નારણપુરાના સહયોગથી યોજવામાં આવ્યો હતો.જ્યોત ફાઉન્ડેશન, અમદાવાદના 85% દિવ્યાંગતા ધરાવતા પ્રમુખ જ્યોતિબેન શાહે ખુબજ ભાવ સાથે જણાવેલ કે જો સમાજના મોભીઓ આ રીતે સહકાર આપતા રહે તો દિવ્યાંગોનું જીવન સરળ બની જાય દિવ્યાંગ પાટલા ગાડી વિતરણ કાર્યક્રમમાં SBI સુપરવાઈઝીંગ ઓફિસિયલ્સ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના અધિકારીશ્રીઓ અને કામેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓએ ખાસ હાજરી આપી હતી.સંસ્થાના સભ્યો તથા અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં હજાર રહ્યા હતા.