ઘણા લોકો ધન,વૈભવ,પ્રતિસ્ઠા તથા વાહ વાહ મેળવવા કે ગમતી વસ્તુના મોહમાં બીજા સાથે છળ કપટ કરીને તે મેળવી લેતા હોય છે.આવા લોકો ભલે તેનેપામીને ક્ષણિક આનંદ મેળવી લેતા હોય પરંતુ કર્મ તેમને ક્યારેય છોડતું નથી.કોઈની પાસેથી છીનવી લીધેલું ધન-વૈભવ ક્યારેય ટકતું નથી અને તેનું ખરાબ પરિણામ ભોગવવું જ પડે છે. આથી કોઈને છેતરીને કોઈપણ માણસ ક્યારેય સુખી થે શકે નહીં.