અમેરિકામાં શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સવિલે ખાતે બનાવવામાં આવી રહેલા એક જાજરમાન મંદિરમાં ભારતથી સેવાના નામે લલચાવીને આ મંદિર નિર્માણ માટે લઈ જવાયેલા શ્રમિકોને ત્યાં કલાકના 1 ડોલરનું (આશરે રૂ. 75) મહેનતાણું ચૂકવવા ઉપરાંત તેમના પાસપોર્ટ જપ્ત કરીને તેમને મંદિર સંકુલના ચોક્કસ વિસ્તારમાં જ ગોંધી રાખવાની એક ફરિયાદ સ્થાનિક સ્થાનિક કોર્ટમાં થઈ છે.આને પગલે અમેરિકાની ટોચની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની (FBI) ટીમે મંગળવારે રોબિન્સવિલે સ્થિત BAPSના નિર્માણાધીન મંદિર સંકુલમાં દરોડો પણ પાડ્યો હતો. અહેવાલ મુજબ, શોષણનો કથિત ભોગ બનેલા કામદારોના વકીલે કોર્ટ ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે ભારતના શાસક પક્ષ સાથે અત્યંત નિકટનો ઘરોબો ધરાવતી BAPS સંસ્થાએ વર્ષોથી ચાલી રહેલા મંદિર નિર્માણકાર્યમાં સેંકડો દલિત શ્રમિકોનું શોષણ કહ્યું છે. જેની ખુબ મોટી અસર ઉભી થશે.