આપણા હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે.હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણની સુરક્ષા માટે ખતરા સમાન છે. આથી લાકડાના બદલે જો ગાયના ગોબરમથી બનાવવામાં આવેલા છાણા તથા શુદ્ધ ઘી સહિતની વિવિધ સામગ્રીથી હોળી પ્રગટાવવામાં આવશે તો વાતાવરણ શુદ્ધ બને છે અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષા પણ થશે. હોળીના તહેવારની ઉજવણી પ્રદૂષણમુક્ત(ઈકોફ્રેન્ડલી) રીતે થાય તે જોવાની દરેક નાગરિકની ફરજ છે.આપની સોસાયટી તથા તમામ મંદિરોમાં હોળી પ્રગટાવવામા લાકડાના બદલે ગાયના છાણા,સુદઢ ઘી સહિતની વિવિધ સામગ્રીથી હોળી પ્રગટાવવી જોઈએ તેવી વિનંતી પર્યાવરણ સાધના,એન.જી.ઓ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.
