વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને આદેશ

વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને આદેશ

0 0
Spread the love
Read Time:1 Minute, 27 Second

સુપ્રીમ કોર્ટમાં આજે થયેલ સુનાવણીમાં તમામ રાજ્યોને વન નેશન વન રાશન કાર્ડ One Nation, One Ration Card લાગુ કરવાનો આદેશ આપ્યો છે.કોરોના મહામારીના સમયમાં તથા લોકડાઉનના કારણે પ્રવાસી મજુરો મુશ્કેલીનો સામનો કરી  રહ્યા છે તે મામલે સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અસંગઠિત મજૂરોનું રજિસ્ટ્રેશન કરવા માટે જણાવેલ છે. જે રાજ્યોએ ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના લાગુ નથી કરી તેમને 31 જુલાઇ સુધી લાગુ કરવાનો પણ રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યો છે॰કેન્દ્ર સરકાર રાશન આપે અને રાજ્ય સરકાર તે પ્રવાસી મજુરને આપે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લોકડાઉન બાદ સુપ્રીમ કોર્ટે રાજ્યોના પ્રવાસી મજૂરો પાસેથી ભાડુ ન લેવુ, ટ્રેન અને બસમાં રહે ત્યાં સુધી મફત ભોજન આપવુ જેવા અનેક નિર્દેશ કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
કાયદો અને ન્યાય