રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી જ્ઞાન, સુખ, સ્વાસ્થ્ય, હોદ્દા, સફળતા, પ્રસિદ્ધિ વગેરે મળે છે.હિન્દુ ધર્મમાં રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે.કહેવાય છે કે આ દિવસે સૂર્યદેવને જળ ચળવવાથી વધું મહત્તમ લાભ મળે છે.સૂર્યદેવને જળ ચડાવશો તો, તમારા જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.સૂર્યોદય પહેલા સવારે પહેલા સ્નાન કરવું જોઈએ.આ પછી, શુધ્ધ વસ્ત્રો પહેરીને સૂર્યદેવ ભગવાનની ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી પૂજા કરો.