કાજલ ઓઝા વૈદ્યને જન્મ દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ

કાજલ ઓઝા વૈદ્યને જન્મ દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ

0 0
Spread the love
Read Time:2 Minute, 42 Second

જાણીતાં ગુજરાતી સાહિત્યકાર,લેખિકા અને,પત્રકાર કાજલ ઓઝા વૈદ્યનો આજે જન્મદિન છે..દિગંત ઓઝાના સુપુત્રી કાજલ ઓઝાનો જન્મ મુંબઇ ખાતે તારીખ ૨૯ સપ્ટેમ્બર,૧૯૬૬ ના રોજ થયો હતો. કાજલ ઓઝા-વૈધે તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૮૬માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી.તેમણે અનુસ્નાતકની ઉપાધી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં સેંટ ઝેવિયર્સ,મુંબઇ ખાતેથી મેળવી હતી.જાણીતાં ફોટોગ્રાફર સંજય વૈદ્યના પત્ની કાજલ ઓઝા વૈદ્યે ફક્ત ૭ વર્ષના ટૂંકા સમયગાળામાં ૪૫ પુસ્તકો પ્રકાશિત કર્યા છે કે જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ,અનુવાદો, નિબંધો,નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહનો સમાવેશ થાય છે.તેમણે એક લેખક હોવા ઉપરાંત હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક,કવિ,અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યાદગાર યોગદાન આપ્યું છે.તેઓએ ગુજરાત યુનિવર્સિટીમાંઅનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે..કાજલ ઓઝા-વૈધે વર્ષ ૧૯૮૧:માં નિબંધ લેખન માટે “સંસ્કાર ચંદ્રક”,વર્ષ ૧૯૮૨ ટૂંકી વાર્તા લેખન માટે “સંસ્કાર ચંદ્રક” નેશનલ એવોર્ડ તથા ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલમાં ૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, પ્રાપ્ત કરીને પોતાની યોગ્યતા પુરવાર કરી છે. સ્વ.શ્રી શફી ઇમાનદાર સાથે સહાયક નિર્માતા તરીકે કામ કર્યા બાદ “હમ પ્રોડકશન” ના અંતર્ગત ગુજરાતી નાટકો પણ લખ્યા હતા.અસરકારક વક્તવ્યોથી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દેનાર કાજલ ઓઝા વૈદ્યેના આજે ફક્ત ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં અનેક પ્રશંસકો છે.આ તમામ પ્રશંસકો,પરિવારજનો,કુટુંબીઓ અને મિત્રો દ્વારા વિવિધ માધ્યમથી કાજલ ઓઝા વૈદ્યેને તેમના જન્મ દિનની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
શુભેચ્છા-અભિનંદન