0
0
Read Time:48 Second
કોઈપણ ધર્મકાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે ભગવાન શિવના પુત્ર ગણેશને અચૂક યાદ કરવામાં આવતા હોય છે. ગણેશ પૂજનનો મુખ્ય હેતુ નવા કાર્યની શરૂઆત કરવા જઈએ છીએ તો ક્યારેય આ કાર્ય દરમિયાન અડચણ ના આવે અને કાર્ય શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય. આમ ભગવાન ગણેશને વિઘ્નહર્તા દેવ તરીકે હિન્દૂશાસ્ત્રોમાં પૂજવામાં આવે છે. આ વિઘ્નહર્તા દેવનું સ્મરણ માત્ર કાર્યમાં સફળતા અપાવનારું છે. ગજાનન ગણપતિને પ્રિય વાર મંગળવાર છે. આજના દિવસે તેમનું પૂજન કરવાથી વિશેષ લાભ થાય છે.