આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ફરિયાદોનો થશે નિકાલ: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ફરિયાદોનો થશે નિકાલ: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

0 0
Spread the love
Read Time:1 Minute, 39 Second

સંરક્ષણ મંત્રાલયે IIT કાનપુરની મદદથી તૈયાર કરેલ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લીકેશનનો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હી ખાતે પ્રારંભ કરાવ્યો છે.આ બિભાગને મળતી ફરિયાદ નિવારણમાં સુધારા માટે વિકસાવવામાં આવેલી સૌથી પહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી છે.સૌથી મહત્વની બાબત એ છે કે ટૂલમાં ફરિયાદમાં લખેલી બાબતોના આધારે ફરિયાદને સમજવાની ક્ષમતા છે. પરિણામે તે ઉલ્લેખ કરવામાં આવેલી ફરિયાદો અથવા સ્પામાની ઓળખ આપ મેળે જ કરી શકે છે.આ ઉપરાંત ફરિયાદની અર્થના આધારે તે વિવિધ શ્રેણીઓની ફરિયાદોને વર્ગીકૃત કરી પણશકે છે,સરકારના પ્રશાસનિક સુધારા અને લોક ફરિયાદ વિભાગ (DARPG)ના CPGRAMS પોર્ટલ પર લાખો ફરિયાદો પ્રાપ્ત થાય છે તે બાબતને ધ્યાનમાં રાખીને, ફરિયાદોની પ્રકૃતિ સમજવા માટે તેમજ જ્યાંથી આ ફરિયાદો આવી રહી છે તે સ્થાનોના સમજવામાં આ એપ્લીકેશન ખૂબ જ ઉપયોગી નીવડશે તેમજ આ ફરિયાદોના નિવારણ માટે પધ્ધતિસભર સુધારા બનાવવા માટે લાવી શકાય તેવા નીતીગત ફેરફારો કરવા માટે પણ તેનો ઉપયોગ થઇ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાષ્ટ્રીય સમાચાર