Read Time:54 Second
આજે શ્રીદેવી (Sridevi Birthday)ની 58 મી જન્મ જયંતિ BIRTHDAY SPECIAL છે.વર્ષ 2018માં શ્રીદેવીની અચાનક વિદાય ન માત્ર તેના ફેન્સ પરંતુ લાખો ભારતીયો માટે આંચકા સમાન હતી. હિન્દી સિનેમામાં શ્રીદેવીને કોમર્શિયલ એકટ્રેસ તરીકે જોવામાં આવતી હતી પરંતુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનો અલગ જ દબદબો હતો. શ્રીદેવીના દમદાર અભિનયે તેને સાઉથની ફિલ્મોની સ્ટાર બનાવી દીધી. શ્રીદેવીએ આ દુનિયા છોડે સાડા ત્રણ વર્ષ થવાને માત્ર ગણતરીના દિવસ બાકી છે. પરંતુ આજે પણ તેમના ફેન્સ આ શોકમાંથી ઉગર્યા નથી. તેમની યાદ હજુ પણ તેમના હૃદયમાં તાજી છે.
