બેન્કમાં ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે

બેન્કમાં ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે

0 0
Spread the love
Read Time:1 Minute, 19 Second

કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ (DICGC) સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. હવે કોઈપણ બેન્ક બંધ થાય કે ડૂબી જાય તો ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે. ડિપોઝિટરોને આ રકમ 90 દિવસની અંદર પરત મળશે. હાલ ગ્રાહકોની બેંકમાં જમા થયેલા એક લાખ રૂપિયા સુધી જ સુરક્ષિત હોય છે. કેન્દ્રીય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોરપોરેશન (DICGC) એક્ટ, 1961માં સંશોધન કરવાની જાહેરાત કરી હતી. હવે જ્યારે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે ત્યારે આ ખરડો સંસદના ચોમાસુ સત્રમાં જ રજૂ કરવામાં આવશે.સંસદ દ્વારા મંજૂરી આપવાની બાકી છે.આ માહિતી નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાષ્ટ્રીય સમાચાર